Baroda

ફાર્મસી ફેકલ્ટીનું નવું બિલ્ડિંગ બન્યું, હવે લોકાર્પણમાં વિલંબ

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીનું ₹8 કરોડના ખર્ચે બનેલું બિલ્ડિંગ 8 વર્ષે તૈયાર થયું છે. ડોનર્સ પ્લાઝા ખાતે નિર્મિત આ બિલ્ડિંગના લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે યુનિવર્સિટી સત્તાધીશો રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે જ ઉદ્ઘાટન કરાવવા માંગે છે. ગત સપ્તાહે કાર્યક્રમ રદ થયા બાદ નવી તારીખની રાહ જોવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાર્મસી ફેકલ્ટીનું નવું  બિલ્ડિંગ બન્યું, હવે લોકાર્પણમાં વિલંબ

એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીનું બિલ્ડિંગ આઠ વર્ષ પછી તૈયાર થયું છે ત્યારે હવે તેના લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે.મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના હસ્તે ઉદઘાટન કરાવવા માગે છે અને આ માટે તારીખની રાહ જોવાઈ રહી છે.
૨૦૧૫માં ફાર્મસી વિભાગને અલગ ફેકલ્ટીનો દરજ્જો મળ્યા બાદ યુનિવર્સિટીના મહારાજા પ્રતાપસિંહરાવ પરિસર( ડોનર્સ પ્લાઝા) ખાતે ફેકલ્ટીનું અલાયદું બિલ્ડિંગ બનાવવા માટે શિલાન્યાસ કરાયો હતો.સરકારે પણ આ બિલ્ડિંગ માટે ગ્રાંટ ફાળવી હતી.લગભગ આઠ કરોડ રુપિયાના ખર્ચે બિલ્ડિંગનું બાંધકામ શરુ કરાયું હતું.જોકે કોરોના અને એ પછી અન્ય વહીવટી કારણોસર બિલ્ડિંગ બનવામાં વિલંબ થયો હતો.
હવે બિલ્ડિંગ બનીને તૈયાર છે ત્યારે ઉદઘાટનની રાહ જોવાઈ રહી છે.મળતી વિગતો પ્રમાણે ગત સપ્તાહે રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે બિલ્ડિંગનું ઉદઘાટન થવાનું હતું પણ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવો પડયો હતો.સૂત્રોનું કહેવું છે કે, સત્તાધીશો શિક્ષણ મંત્રીના હસ્તે જ બિલ્ડિંગનુ લોકાર્પણ કરાવવા માગે છે અને તેના કારણે આ બિલ્ડિંગનો ઉપયોગ શરુ કરાયો નથી.