મેડિકલ સ્ટોરના સંચાલક સામે એન.ડી.પી.એસ.નો ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા ગામ નજીક લીમડા ગામે મેડિકલ સ્ટોરના સંચાલકે બીજી દુકાનમાં મૂકેલા પ્રતિબંધિત ઇન્જેક્શન મળી આવતા પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયા લીમડા ગામ નજીક કોમ્પલેક્સમાં આવેલી પુષ્પમ ફાર્મસી નામના મેડિકલ સ્ટોરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ લગતો દવાનો જથ્થો ગેરકાયદે વેચાણ થતો હોવાની માહિતીના આધારે જિલ્લા પોલીસની ટીમે ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. મેડિકલ સ્ટોર પર મયુરપરી કિશોરપરી ગોસ્વામી (રહે. આરાધ્યા બંગ્લોઝ, લીમડા, તા.વાઘોડિયા, મૂળ રહે. અમરેલી) મળી આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ મેડિકલ સ્ટોર મારા પિતા કિશોરપરી નારણપરી ગોસ્વામીના નામ પર છે. તેનું સંચાલન હું કરૃં છું. મેડિકલ સ્ટોરમાં ડ્રગ્સ ઇન્સપેક્ટર અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એક બિલ મળી આવ્યંું હતું. તેમાં દર્શાવેલા ઇન્જેક્શનો મેડિકલ સ્ટોરની બાજુમાં આવેલી પુષ્પમ ફેશન હબ નામની દુકાનમાંથી મળી આવ્યા હતા. આરોપી પાસેથી શિડયૂલ એચ વનમાં આવતા ત્રણ અલગ - અલગ પ્રકારના ઇન્જેક્શન નંગ ૬ મળી આવ્યા હતા. જે સ્થળ પરથી ઇન્જેક્શન મળી આવ્યા હતા. તે સ્થળ પર ડ્રગ્સ ડિપાર્ટેમેન્ટનું લાયસન્સ લેવામાં આવ્યું નહતું.




