વડસરમાંથી ભાડે લીધેલી કાર વગે કરનાર મુસ્તાક સાત મહિને પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડસર વિસ્તારમાં એક વ્યક્તિ પાસે કાર ભાડે લીધા બાદ વિશ્વાસઘાત કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સાત મહિને ઝડપી પાડયો છે.
પોલીસના કહ્યા પ્રમાણે,વડસરની ઓરા હાઇટ્સ ખાતે રહેતા કાર માલિક પાસે મુસ્તાક શેખે કાર ભાડે લીધી હતી અને બે મહિના ભાડું ચૂકવ્યા બાદ ભાડું આપવાનું બંધ કર્યું હતું.ત્યારબાદ મુસ્તાકે ફોન પણ લેવાનું બંધ કર્યું હતું અને કાર પરત કરી નહતી.
આ ગુનામાં સાત મહિનાથી આરોપીનો પતો લાગતો નહતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળતાં બે દિવસ પહેલાં તાંદલજામાંથી મુસ્તાક જુમ્માભાઇ શેખ(યાકુતપુરા, મોલા બક્ષ ડેલા સામે,હાલ રહે.બૈતુલઅહદ સોસાયટી,ગોરવા)ને ઝડપી પાડયો હતો. આરોપી સામે અગાઉ હાલોલ,હરિયાણા, બોડેલી,ગોત્રી,ગોરવા જેવા સ્થળોએ ઠગાઇ,મારામારી,વાહનચોરી જેવા છ ગુના નોંધાયેલા હતા.









