પરિણીત પુત્રીને મદદ કરવી માતાને ભારે પડ્યુંઃગીરવી મૂકેલા દાગીના છોડાવી પુત્રી બોયફ્રેન્ડ સાથે રવાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી વિસ્તારમાં એક પરિણીત પુત્રીએ માતાએ મદદ કરવા આપેલા અઢી તોલા જેટલા દાગીના બોયફ્રેન્ડને આપી દઇ બંનેએ ગોળગોળ જવાબો આપતાં આખરે માતાએ પોલીસ ફરિયાદ કરી છે.
ગોત્રીની ગાયત્રી સૂક્લ નજીક રહેતા શારદાબેન પરમારે પોલીસને કહ્યું છે કે,મારી પુત્રી પદમાના લગ્ન સુરેશ વસાવા સાથે થયા બાદ તેમણે મકાન માટે લોન લીધી હતી.આ લોનના હપ્તા ભરપાઇ નહિ થતા હોવાથી પુત્રીએ મારી પાસે મદદ માગતા મેં અઢી તોલા જેટલા દાગીના રેસકોર્સની મુથૂટ ફાઇનાન્સની ઓફિસમાં ગીરવી મૂકી મારી પુત્રીને મદદ કરી હતી.
હાલમાં મારી પુત્રી તેના પતિ સાથે રહેતી નથી.મારી પુત્રીના મકાનની લોન પુરી થતાં મેં તેને દાગીના છોડાવવા માટે વાત કરી હતી.જેથી મારી પુત્રીના બોયફ્રેન્ડે તા.૩જી નવેમ્બરે અમે મુથૂટ ફાઇનાન્સમાં દાગીના છોડાવવા આવીશું તેમ કહ્યું હતું.
શારદાબેને કહ્યું છે કે હું અને મારા પતિ ફાયનાન્સની ઓફિસે ગયા હતા.જ્યાં મારી પુત્રી અને તેના ફ્રેન્ડ દિપક સિરોયા (અમદાવાદ)એ રૃપિયા ભરી દાગીના છોડાવ્યા હતા.મારી પુત્રીએ દાગીના તેના ફ્રેન્ડને આપ્યા હતા અને દિપકે તમે ઘેર જાવ,અમે પાછળ આવીએ છીએ તેમ કહેતાં હું અને મારા પતિ ઘેર આવ્યા હતા.પરંતુ ત્યારબાદ મારી પુત્રી અને દિપક આવ્યા નહતા અને ફોન પણ બંધ થઇ ગયો હતો.ત્યારપછી પણ તેમણે ગોળગોળ જવાબો આપતાં પોલીસ ફરિયાદ કરવી પડી છે.




