Baroda

રિફાઇનરી ટાઉનશિપ અને રેસકોર્સના બે મકાનમાંથી 30 તોલાથી વધુ દાગીનાની ચોરી

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ચોરીના 2 અલગ-અલગ બનાવો બન્યા છે. ભાયલીમાં રાકેશકુમાર સુરતીના માતા-પિતાના બંધ મકાનમાંથી 15 તોલાથી વધુના રૂ. 22 લાખના દાગીના ચોરાયા હતા. બીજી ઘટનામાં, રિફાઇનરી ટાઉનશિપમાં સિંગલાપલ્લી વેંકટરાવના ઘરેથી 15 તોલાથી વધુના રૂ. 22 લાખના દાગીના ચોરાયા હતા. પોલીસે કુલ 30 તોલાથી વધુના રૂ. 44 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિફાઇનરી ટાઉનશિપ અને રેસકોર્સના બે મકાનમાંથી 30 તોલાથી વધુ દાગીનાની ચોરી

વડોદરામાં ચોરીના બનેલા જુદાજુદા બે બનાવમાં ચોરો રૃ.૪૪ લાખ ઉપરાંતની કિંમતના ૩૦ તોલા થી વધુ દાગીના ચોરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભાયલીમાં રહેતા રાકેશકુમાર સુરતીએ પોલીસને કહ્યું છે કે રેસકોર્સની શ્રીરામ સોસાયટીમાં રહેતા મારા માતા-પિતા પરિવારના એક શોકપ્રસંગે તાળું મારીને ગયા હતા ત્યારે ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો.તપાસ કરતાં ચોરો ૧૫ તોલા થી વધુના દાગીના(સત્તાવાર કિંમત રૃ.૪.૬૦ લાખ,બજાર કિંમત આશરે ૨૨ લાખથી વધુ) ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી જ રીતે રિફાઇનરી ટાઉનશિપમાં રહેતા સિંગલાપલ્લી વેંકટરાવે પોલીસને કહ્યું છે કે અમે બંને પતિ-પત્ની રિફાઇનરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાથી સંતાન માટે ઘરમાં કામ કરવા તેમજ રસોઇ કરવા માટે બે મહિલા રાખી હતી.જ્યારે ફર્નિચરનું કામ કરવા માટે દાદા અને પૌત્ર પણ આવતા હતા.આ દરમિયાન અમારે ત્યાંથી આશરે ૧૫તોલાથી વધુ ના દાગીના (સત્તાવાર કિંમત રૃ.૭ લાખ,બજાર કિંમત રૃ.૨૨ લાખથીવધુ)ની ચોરી થતાં ઉપરોક્ત વ્યક્તિઓ પૈકી કોઇની સંડોવણી હોવાની આશંકા છે.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.