Baroda

આજે દોઢ હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓની આગમન યાત્રા નીકળશે

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
ગણેશોત્સવને લઈ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આવતીકાલે 1500થી વધુ ગણેશજીની આગમન યાત્રાઓ નીકળશે. શાંતિ અને સુરક્ષા જાળવવા 8 DCP, 11 ACP, 200 PI-PSI, 2500થી વધુ પોલીસકર્મીઓ, SRPની 5 કંપની, 1500 હોમગાર્ડ અને 800 ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેશે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ માહિતી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે દોઢ  હજારથી વધુ  ગણેશજીની મૂર્તિઓની આગમન યાત્રા નીકળશે

આવતીકાલથી શરૃ થતા ગણેશોત્સવને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અત્યારસુધી અંદાજે ૧ હજાર જેટલની આગમન યાત્રોઓ નીકળી છે. આવતીકાલે દોઢ હજારથી વધારે યાત્રાઓ નીકળશે, જેને ધ્યાને રાખી પોલીસ દ્વારા અલગ - અલગ ટીમ બનાવવામાં આવી છે.
શહેરનુંં આતિથ્ય માણવા આવનાર ગણેશજીના તહેવારમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા દોઢ મહિના અગાઉથી જ આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી હતી.તદુપરાંત કોર્પોરેશન, વીજ કંપની તથા અન્ય એજન્સીઓ સાથે સુરક્ષા અને સલામતી અંગે ચર્ચાઓ થઇ હતી. છેલ્લા એક મહિનાથી શહેરમાં શરૃ થયેલી આગમન યાત્રાઓની સંખ્યા ૧ હજારથી વધારે છે. જ્યારે આવતીકાલે સ્થાપના દિવસે દોઢ હજારથી વધુ મૂર્તિઓની આગમન યાત્રા નીકળશે. આ સંખ્યા માત્ર નોંધાયેલા મંડળોના ગણેશજીની છે. જ્યારે હજારોની સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના થશે. ફાયર અને ઇલેક્ટ્રિસિટી સેફ્ટીની પણ તાકીદ આયોજકોને કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું છે કે, આ સમગ્ર તહેવાર દરમિયાન ૮ ડીસીપી, ૧૧ એસીપી, ૨૦૦ પી.આઇ. અને પી.એસ.આઇ., અઢી હજારથી વધુ પોલીસ સ્ટાફ, એસ.આર.પી.ની પાંચ કંપની, દોઢ હજારથી વધુ હોમગાર્ડના જવાનો તથા ૮૦૦ થી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેશે. સમગ્ર બંદોસ્તનુ નીરિક્ષણ જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે.