તાંદલજા ગામના વધુ વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ગામમાં આવતા કેટલાંક વિસ્તારો જે ભાયલીને જોડે છે તે જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા બીજા વધારાના વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંગેનું જાહેરનામું સરકાર દ્વારા પ્રસિધ્ધ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે તા.૯ના રોજ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે જે.પી. રોડ વિસ્તારમાં આવેલ તાંદલજા ગામનો વોર્ડ નંબર-૬માં આવતા સિટિ સર્વે નંબર ૩૦૧થી ૪૦૦ તેમજ ૧૧૦૦થી ૧૩૦૦ અને ૧૩૦૧થી ૧૪૦૦ હેઠળના વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જાહેરનામાના પગલે હવે આ વિસ્તારમાં જો મિલકતની તબદિલી, ભાડા કરાર સહિતના તમામ પ્રકારના કરારો માટે હવે જિલ્લા કલેક્ટર પાસેથી અશાંતધારાની મંજૂરી લેવી ફરજિયાત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫માં સરકાર દ્વારા અશાંતધારામાં સમાવેશ વિસ્તારોનો ઉલ્લેખ કરતું જાહેરનામું બહાર પાડયું હતું જેનો અમલવારી સમય પાંચ વર્ષનો હતો. આ જાહેરનામામાં જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોની ૫૦૦ મીટરની આસપાસના વિસ્તારને પણ નવા જાહેરનામામાં આવરી લેવાયા છે.
આમ અશાંતધારામાં હવે જે.પી. રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વધુ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શરૃ કરી દેવામાં આવ્યો છે.




