કન્ટેનરના પૈંડા મોપેડ ચાલક પર ફરી વળતા સ્થળ પર જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાંકરદા ગામ બસ સ્ટેન્ડ પાસે મોપેડ લઇને જતા ૨૪ વર્ષના યુવકને કન્ટેનરના ડ્રાઇવરે કચડી નાખતા સ્થળ પર જ મોત થયું હતું.જેઅંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાવલીના મોક્સી ગામે રહેતો ૨૪ વર્ષનો દક્ષેશ રમેશભાઇ પઢિયાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નોકરીએથી પરત આવ્યા પ છી તે આજે સવારે સાડા અગિયાર વાગ્યે ટુ વ્હીલર લઇને કામ માટે નીકળ્યો હતો. સાંકરદા ગામ બસ સ્ટેન્ડ પાસેથી જતો હતો. તે દરમિયાન કન્ટેનર ચાલકે તેને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. દક્ષેશના માથા પર કન્ટેનરના તોતિંગ પૈંડા ફરી વળતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના સ્થળથી થોડે દૂર કન્ટેનર છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, સમા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની ઓરેલ ગત ૩ જી ઓક્ટોબરે બપોરે પોણા એક વાગ્યે ટુ વ્હીલર લઇને સમા સાવલી રોડ પર મોલમાં ખરીદી કરીને જતી હતી. તે દરમિયાન અને ટેન્કર ચાલકે ટક્કર મારતા તે રોડ પરપટકાઇ હતી. ટેન્કરના પૈેડા તેના પગ પર ફરી વળતા ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે તેનું મોત થતા સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




