Baroda

એગ્રીગેટર કંપનીઓ અને રિક્ષા-ટેક્સીચાલકો વચ્ચે આજે બેઠક

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા સહિત ગુજરાતમાં એગ્રીગેટર કંપનીઓ સાથે સંકળાયેલા વાહનચાલકોના પ્રશ્નો મુદ્દે આવતીકાલે 28 સપ્ટેમ્બરે વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં કંપનીના પ્રતિનિધિઓ અને રિક્ષા યુનિયનોના આગેવાનો હાજર રહેશે. ભાડા, આવક સહિતના મુદ્દે યુનિયનોની ફરિયાદો અંગે કંપનીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવશે. આ બેઠક પર હજારો વાહનચાલકોની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એગ્રીગેટર કંપનીઓ અને રિક્ષા-ટેક્સીચાલકો વચ્ચે આજે  બેઠક

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં એગ્રીગેટર કંપનીઓ સાથે જોડાયેલા વાહનચાલકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ વચ્ચે ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા બેઠકનું આયોજન કરાયું છે.

ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે આવતીકાલે ૨૮ સપ્ટેમ્બરે આ બેઠક યોજાશે. જેમાં એગ્રીગેટર કંપનીઓના પ્રતિનિધિઓ ઉપરાંત રિક્ષા યુનિયનોના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. યુનિયનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા અને વાહનચાલકોની રજૂઆતો પણ સાંભળવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકો વચ્ચે ભાડા, આવક, કંપનીઓની કામગીરી અને ડ્રાઇવરો સાથેના વ્યવહાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. વિવિધ યુનિયનોની ફરિયાદોને પગલે કમિશ્નર કચેરીએ હવે કંપનીઓ અને વાહનચાલકોના પ્રતિનિધિઓને એક જ મંચ પર બોલાવ્યા છે. આ બેઠકમાં વાહનચાલકોના પ્રશ્નો અંગે ચર્ચા થશે. બેઠકમાં થનારી ચર્ચા અને લેવામાં આવનારા નિર્ણય પર ગુજરાતના હજારો એગ્રીગેટર આધારિત વાહનચાલકોની નજર રહેશે.