BOB ની રણોલી બ્રાન્ચમાં બોગસ ડોક્યુમેન્ટ્સ રજુ કરી 3.47 કરોડની ઠગાઈ કરનાર માસ્ટરમાઈન્ડ પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bank Fraud Case : વડોદરામાં રણોલીની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી રૂ.3.47કરોડની લોન લઈ છેતરપિંડી કરવાના બનાવમાં ફરાર માસ્ટરમાઈન્ડને પોલીસે અડાલજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં વર્ષ 2022 થી 2024 દરમિયાન બોગસ ફોર્મ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવી 3.47 કરોડની લોન લેવાના પ્રકરણમાં કેવિન કિશોરભાઈ કરકર (પિંકલ એપાર્ટમેન્ટ,શાંતિ કુંજ 2, માંજલપુર, વડોદરા) ને લાંબા સમયથી પોલીસ શોધી રહી હતી. આરોપી સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો.
આરોપી હાલમાં ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી અંબા ટાઉનશિપમાં સરુપ ત્રણમાં રોકાયો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી તેને દબોચી લીધો છે.




