Baroda

ખંડેરાવ માર્કેટ નજીક ફ્રુટના ગોડાઉનમાં ભીષણ આગ, બે ગોડાઉન ખાક

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા ખંડેરાવ માર્કેટ નજીક ગઈકાલે રાત્રે ફ્રુટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે બાજુના અન્ય એક ગોડાઉનને પણ લપેટમાં લીધું હતું. સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંડેરાવ માર્કેટ નજીક ફ્રુટના ગોડાઉનમાં ભીષણ આગ, બે ગોડાઉન ખાક

Vadodara Fire : વડોદરાના રાજમેલ રોડ વિસ્તારમાં આવેલા ખંડેરાવ માર્કેટ નજીક ગઈકાલે રાત્રે ફ્રુટના ગોડાઉનમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
વડોદરાના હોલસેલ ફ્રુટ અને શાકભાજી બજાર ખંડેરાવ માર્કેટની આસપાસ સંખ્યાબંધ ગોડાઉન આવેલા છે. ગઈકાલે રાત્રે ફ્રુટના એક ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
બનાવને પગલે સ્થાનિક રહીશોએ આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આગ વધુ પ્રસરી હતી અને બીજું પણ એક ગોડાઉન લપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડ આવી જતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.