સોમા તળાવ નજીક ટાયર શોપમાંથી ગાંજો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરામાં સોમા તળાવ ચાર રસ્તા નજીક ડીપી કોર્પોરેશન ટાયર શોપના સંચાલક દ્વારા દુકાનમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી કપુરાઈ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરતા દિવાલમાં લગાવેલી પેટીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટાયર શોપના સંચાલક પિયુષ ઉર્ફે પીન્ટુ ભરત વાઢેર (રહે. દ્વારકેશ સીટી ,કપુરાઈ ચોકડી પાસે) પાસેથી કુલ 1,184 ગ્રામ ગાંજો, જેની કિંમત આશરે રૂ.59,200 થાય છે, તે કબજે કર્યો હતો. ગાંજા ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.64,200નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ મામલે કપુરાઈ પોલીસે પિયુષ ઉર્ફે પીન્ટુ ભરત વાઢેરની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી ભરૂચ ખાતે રહેતા ‘ચાચા’ નામના ઇસમને ફરાર જાહેર કર્યો છે.




