Baroda

યુવતીને બ્લેકમેલ કરી દાગીના પડાવી લેનાર રિમાન્ડ પર

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
ગોત્રી પોલીસે રાજસ્થાનના વાસુદેવ સુથારને ઝડપી પાડ્યો છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી સાથે તેણે શરીર સંબંધ બાંધી વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે બળજબરી કરી 20 તોલા દાગીના પડાવી લીધા હતા. પોલીસે કોર્ટમાં રજૂ કરી આરોપીના વધુ 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવતીને બ્લેકમેલ કરી દાગીના પડાવી લેનાર રિમાન્ડ પર

શરીર સંબંધનો વીડિયો ઉતારી યુવતી સાથે ફરીથી બળજબરી કરનાર આરોપીએ ૨૦ તોલા દાગીના પડાવી લીધા હતા. ગોત્રી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો અને હાલમાં ગોત્રી ગોકુળનગરમાં રહેતો ૨૩ વર્ષનો વાસુદેવ જશારામ સુથાર ત્રણ વર્ષ અગાઉ એમ.એસ.યુ.માં અભ્યાસ કરતો હતો. કોેલેજમાં જ અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતી સાથે તેેણે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી લીધો હતો. તેના આધારે આરોપીએ યુવતી સાથે ફરીથી બે વખત બળજબરી કરી હતી. તેમજ ૨૦ તોલા દાગીના પડાવી લીધા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને ફરીથી કોર્ટમાં રજૂ કરી વધુ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.