પરિણીતાને ફસાવી પાંચ લાખ પડાવી લેનાર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી પાંચ લાખ પડાવી લેનારની અટલાદરા પોલીસે ધરપકડ કરી છે.
અટલાદરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ અટલાદરા પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પ્રથમ પતિ સાથે ડિવોર્સ થયા પછી મેં બીજા લગ્ન કર્યા છે. મિત્રો સાથે હું ઉજ્જૈન ગઇ ત્યારે ગૌરાંગ જોશી (રહે. રાજકોટ) એ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. મારા પતિને મોટો બિઝનેસ ચાલુ કરાવી આપવાનું કહી આરોપીએ પાંચ લાખ પડાવી લીધા હતા.તેેણે મારી પાસેથી દાગીના પણ પડાવી લઇ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી દઇ રૃપિયા પણ લઇ લીધા હતા.પી.આઇ. પાર્થ પસ્તાગીયાએ ટેકનિકલ સ ોર્સથી મળેલી માહિતીના આધારે આરોપી ગૌરાંગ નિલેશભાઇ જોષી (રહે.માં સોમનાથ સોસાયટી, રામજી મંદિર પાછળ,તા.ગોંડલ,જિ.રાજકોટ) ને સુરત એરપોર્ટ પરથી ઝડપી પાડયો છે




