Baroda

ભાઈને મારી નાખવાની ધમકી આપનાર લારીવાળા પર લોખંડની પાઈપથી હુમલો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના બાજવાડામાં પાણીપુરીની લારી ચલાવતા 27 વર્ષીય ઓમવીર ઠાકોરે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધવલ ચૌહાણે 'મારા ભાઈને કેમ ધમકી આપી' કહી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ઓમવીરને માથા અને હાથે ઇજા થઈ હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાઈને મારી નાખવાની ધમકી આપનાર લારીવાળા પર લોખંડની પાઈપથી હુમલો

Vadodara Crime : વડોદરાના બાજવાડામાં કાન્તારેશ્વર મહાદેવ સામે રહેતા અને પાણીપુરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 27 વર્ષીય ઓમવીર સત્યપાલસિંહ ઠાકોરે પોતાના પર થયેલા હુમલા અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના આશરે સાડા ચાર વાગ્યે હું ઘરે હાજર હતો. તે દરમિયાન ધવલ ચૌહાણ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને "તે મારા ભાઈને જાનથી મારવાની ધમકી કેમ આપી?" તેમ કહી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. ધવલ ચૌહાણે મારી સાથે છૂટા હાથની મારામારી કરી, પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે માથાના પાછળના ભાગે તેમજ જમણા હાથે ઘા મારીને ઈજા પહોંચાડી હતી.
આ ઘટના બાદ હું જ્યારે માંડવી તરફ જતો હતો. ત્યારે કલ્યાણરાયજી હવેલી પાસે આરોપીએ "તું ક્યાં સુધી ભાગીશ, તને શોધીને જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી.