Baroda
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર દારૂની હેરાફેરી: એકની ધરપકડ
By GS Team
9 Aug 20261 min read
વડોદરા તાલુકા પોલીસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગોકળપુરા સીમ પાસેથી વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી છે. મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રકમાંથી 344 પેટીમાં 5486 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ. 30.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડના યુસુફ શેખની ધરપકડ કરી, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર પાર્સિંગની એક આઈસર ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગોકળપુરા ગામની સીમ પાસે વોચ ગોઠવી ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ 344 મળી આવી હતી, જેમાં કુલ 5486 જેટલી નાની-મોટી બોટલો હતી.
પોલીસે દારૂ ઉપરાંત આઈસર ટ્રક, મોબાઈલ ફોન તથા પ્લાસ્ટિકના કેરેટ સહિત કુલ રૂ.30.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વલસાડ જિલ્લાના રહેવાસી યુસુફ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.