Baroda

હરણી પાસેથી સતત બીજા દિવસે દારૃનો જથ્થો પકડાયો,ટેમ્પામાંથી રૃ.5.76લાખનો દારૃ કબજે

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ટેમ્પામાંથી રૂ. 5.76 લાખની કિંમતની 3024 બોટલ દારૂ અને બિયર જપ્ત કરી. ડ્રાઈવર મુરશીદ હુસેનખાનની પૂછપરછમાં ભાદરવાના સંદીપ રાણાએ દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું. પોલીસે સંદીપ અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ. 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી પાસેથી સતત બીજા દિવસે દારૃનો જથ્થો પકડાયો,ટેમ્પામાંથી રૃ.5.76લાખનો દારૃ કબજે

વડોદરા નજીક હાઇવે પરથી દારૃની હેરાફેરી કરવામાં આવતી હોવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે.ગઇકાલે દારૃ ભરેલી કાર પકડાયા બાદ હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી દારૃ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડયો છે.
ગોલ્ડન ચોકડી પાસે હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ટેમ્પાને તપાસતાં તેમાંથી રૃ.૫.૭૬ લાખની કિંમતની દારૃ અને બિયરની ૩૦૨૪ બોટલ મળી આવી હતી.
હરણીના પીઆઇ એસવી વસાવાએ ડ્રાઇવર મુરશીદ નદીમ હુસેનખાન (હાલ રહે.કેજીએન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં, મંજૂસર,સાવલી મૂળ રહે.યુપી)ની પૂછપરછ કરતાં દારૃનો જથ્થો ભાદરવાના સંદીપ પ્યારેલાલ રાણાએ મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે સંદીપની સાથે દારૃના સપ્લાયરને પણ વોન્ટેડ જાહેર કરી કુલ રૃ.૧૩લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.