Baroda
મોપેડની ડિકિમાંથી લેપટોપની ચોરી
By GS Team
12 Aug 20261 min read
વારસિયાના ૨૬ વર્ષીય આકાશ ભાગચંદાની ગત ૧૭ જુલાઈએ વૃંદાવન ચાર રસ્તા પાસે પિતરાઈ ભાઈના અકસ્માત સ્થળે મદદ માટે પહોંચ્યા હતા. ત્યાં પાર્ક કરેલા તેમના મોપેડની ડિકીમાંથી લેપટોપ અને ૧૫૦૦ રોકડા ભરેલું પર્સ ગુમ થયું હતું. કપુરાઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વારસિયા વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો આકાશ ભાગચંદાની ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત્ ૧૭ જુલાઈએ આકાશના પિતરાઈ ભાઈને વૃંદાવન ચાર રસ્તા પાસે અકસ્માત નડતા આકાશ મદદ માટે પહોંચ્યો હતો. આ દરમિયાન આકાશે પોતાનું મોપેડ અકસ્માત સ્થળ નજીક પાર્ક કર્યું હતું. ૧૫ મિનિટ પછી આકાશ પરત આવતા મોપેડની ડિકિમાંથી લેપટોપ અને પર્સ ગાયબ હતું. પર્સમાં રોકડા રૃા.૧૫૦૦ હતા. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.