Baroda

લેન્ડ રેકર્ડના કર્મીઓએ સરકારની ઓફર નકારી, હડતાળ ચાલુ રહેશે

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
મહેસૂલી ખાતાના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ઉકેલ માટે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળની 11 તારીખથી શરૂ થયેલી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે. ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી સાથેની બેઠક બાદ, સરકારે માંગણીઓ માટે 6 માસની મુદત માંગી હતી. જોકે, મંડળોએ આ પ્રપોઝલ નકારી કાઢી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જમીન માપણી, રિ-સર્વે અને પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઠપ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લેન્ડ રેકર્ડના કર્મીઓએ સરકારની ઓફર નકારી, હડતાળ ચાલુ રહેશે

મહેસૂલી ખાતાના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ઉકેલની માગ સાથે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળની સોમવારથી અચોક્કસ મુદતની શરૃ થયેલી હડતાળ હજી ચાલુ રહેશે. રાજ્યના મંડળોની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો હતો.
સર્વેયરો સહિતના કર્મચારીઓની હડતાળથી શહેર અને જિલ્લામાં જમીન માપણી, રિ-સર્વે તથા વાંધા અરજીઓના નિકાલની કામગીરી ઠપ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તા.૧૧થી શરૃ થયેલી હડતાળ બાદ કામગીરીથી દૂર રહેતા કર્મચારીઓના કારણે હજારો અરજીઓનો નિકાલ થઇ શક્યો નથી.
જમીનની હદ નક્કી કરાવવા માગતા ખેડૂતો અને અરજદારોને હવે માપણીની કામગીરી ફરી શરૃ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. જમીન સંબંધિત વિવિધ અરજીઓના નિકાલમાં પણ વિલંબ થવાની શક્યતા છે. કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઉકેલ ન આવતા અંતે અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય લેવાયો છે.
માત્ર જમીન માપણી અને રિ સર્વે જ નહી પરંતુ પ્રોપર્ટી કાર્ડને લગતી કામગીરી પણ ઠપ થઇ ગઇ છે. ગઇકાલે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના મંત્રી તેમજ અધિકારીઓ સાથે લેન્ડ રેકર્ડના કર્મચારીઓની બેઠક યોજાઇ હતી જેમાં સરકાર દ્વારા માગણીઓ માટે છ માસની મુદતની માગ કરાઇ હતી. સરકારના આ પ્રપોઝલ અંગે ચર્ચા કરવા આજે રાજ્યભરના મંડળો એકત્ર થયા હતા અને સરકાર સામે લડવાનું નક્કી કરી સરકારની ઓફર નકારી કાઢી હતી.