જેટકોએ બે વર્ષમાં 200 નવા સબ સ્ટેશન બનાવ્યા પણ કર્મચારીઓની ભરતી ના કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વધતી વીજ માગ સાથે વીજ માળખાનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે.જેના ભાગરુપે ગુજરાત સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા દર વર્ષે સરેરાશ ૧૦૦ નવા સબ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે.
જોકે સમસ્યા એ છે કે, નવા સબસ્ટેશનોના સંચાલન માટે હેલ્પરથી માંડીને એન્જિનિયરોની ભરતી કરવામાં આવી રહી નથી.સરકારી વીજ કંપનીના એન્જિનિયરોના સંગઠન જીબીઆ(જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન)નું કહેવું છે કે, છેલ્લા ૨ વર્ષમાં ૬૬ કેવીથી માંડીને ૨૨૦ કેવી સુધીની અલગ અલગ ક્ષમતા ધરાવતા ૨૦૦ નવા સબ સ્ટેશન ગુજરાતમાં બનાવાયા છે પણ તેના માટે સ્ટાફની ભરતી કરવામાં આવી નથી.પહેલેથી જ કાર્યરત સબ સ્ટેશનના ૫૦ ટકા સ્ટાફને નવા સબ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપી દેવામાં આવે છે.જેના કારણે કર્મચારીઓ પરનું ભારણ વધી ગયું છે.એક અંદાજ પ્રમાણે આખા ગુજરાતમાં જેટકોના એન્જિનિયરોની ૧૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે અને અન્ય ટેકનિકલ સ્ટાફની જગ્યાઓ તો અલગ…
જીબીઆના મહામંત્રી એસ ડી પટેલના કહેવા પ્રમાણે ૬૬ કેવીના એક સબ સ્ટેશન માટે ૧૦ તો ૨૨૦ કેવીના સબસ્ટેશન માટે ૧૮ થી ૨૦ કર્મચારીઓની જરુર પડતી હોય છે.જેમાં હેલ્પરથી માંડીને ડેપ્યુટી એન્જિનિયર સુધીનો સમાવેશ થાય છે પણ બે વર્ષથી બનેલા સબ સ્ટેશનો માટે નવા કર્મચારીઓની ભરતી કરાતી નથી.અત્યારે જે ભરતી કરવાનો પ્રસ્તાવ છે તે ૨૦૨૩માં બનેલા સબ સ્ટેશનો માટે છે.આ મુદ્દે મેનેજમેન્ટ સાથે તા.૩૦ ઓકટોબરે બેઠક યોજાનારી છે.જો તેમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો તા.૩૧ ઓકટોબરથી એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને દેખાવો કરશે અને તેની સાથે સાથે તા.૧ નવેમ્બરથી વર્ક ટુ રુલ પ્રમાણે ફરજ બજાવશે અને વધારાનું કોઈ કામ નહીં કરે.




