પીએમના કાર્યક્રમ બાદ મેદાનને પૂર્વવત કરતા દિવસો લાગી જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પર પીએમ મોદીના કાર્યક્રમ બાદ હવે મેદાનની જે સ્થિતિ છે તે જોતા અહીંયા આગામી કેટલા દિવસો સુધી કોઈ જાતની સ્પોર્ટસ ઈવેન્ટ યોજી શકાય તેવી સ્થિતિ નહીં હોવાનો આરોપ પૂર્વ સેનેટ સભ્યે લગાવ્યો છે.
આ પહેલા પણ મેદાન આપવા સામે વિરોધ કરનાર કપિલ જોષીએ કહ્યું છે કે, મેદાન પર પીએમના કાર્યક્રમ માટે ૨૯ ટ્રાન્સફોર્મર ઉભા કરવા માટે થાંભલા નાંખવા ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા.જે યથાવત છે.મેદાન પર કપચી નાંખવામાં આવી હતી.ડામરનો રોડ પણ બનાવાયો હતો.જે હવે કેવી રીતે દૂર કરાશે તે એક સવાલ છે.કાર્યક્રમના પાંચ દિવસ પછી પણ મેદાન પર થાંભલા અને બીજી વસ્તુઓ વેરણ છેરણ પડી છે.
પૂર્વ સેનેટ સભ્યનું કહેવું છે કે, આગામી દિવસોમાં અહીંયા ઈન્ટર યુનિવર્સિટીની રમત ગમત સ્પર્ધા કે ખેલ મહાકુંભની સ્પર્ધા માટે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે તેવી સ્થિતિ નથી.આમ આ મેદાનને પૂર્વવત કરતા- કરતા દિવસો લાગી જશે.




