આઇ.ટી.એન્જિનિયરનો ૧૨ મા માળેથી નીચે ઝંપલાવી આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં નવી બંધાતી સાઇટ પર મકાન બુક કરાવનાર આઇ.ટી.એન્જિનિયરે તે સાઇટના ૧૨ મા માળેથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સલાટવાડા વડીકર પાગા મહોલ્લામાં રહેતો ૩૪ વર્ષનો રોહન સોહનભાઇ નાર્વેકર વડસર રોડ પર આવેલી ખાનગી કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે નવી બંધાતી સાઇટ ફોર્ચ્યુન પ્રીસ્ટાઇનમાં તેણે એક મકાન છઠ્ઠા માળે બુક કરાવ્યું હતું. આજે બપોરે તે નવા બંધાતા મકાનમાં ચાલતી કામગીરી જોવા માટે ગયો હતો. તે દરમિયાન તેણે ૧૨ મા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે પોલીસને જાણ કરવામા ંઆવતા માંજલપુર પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
રોહનને સંતાનમાં બ ેજોડિયા દીકરીઓ છે. તેની પત્ની પણ આઇ.ટી.એન્જિનિયર છે અને બીજી કંપનીમાં નોકરી કરે છે. રોહનનો પગાર મહિને એક લાખ હોવાની વિગતો જાણવા મળી છે. આર્થિક ભીંસના કારણે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતાના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




