સોશિયલ મીડિયા પરની જાહેરાત જોઇને શેરબજારમાં ઇન્વેસ્ટ કર્યા અને રોકાણકારે ૧.૬૦ કરોડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પર આવતી જાહેરાત જોઇને શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં વડોદરાની એક કંપનીના ડીરેક્ટરે રૃા.૧.૬૦ કરોડ ગુમાવ્યા હતાં.
વડોદરા નજીક શ્રીપોર ટીંબી ખાતે રહેતા અને અટલાદરાની ખાનગી કંપની ટેરાવોન ગ્રીન એનર્જી લી.ના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર સિધ્ધરાજસિંહ મેતીયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મીરા ઐયર તેમજ તેની કસ્ટમર સર્વિસ ટીમ સામે આઇટી એક્ટ મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જૂન માસમાં સોશિયલ મીડિયામાં આવતી ન્યુવામા વેલ્થ મેનેજમેન્ટ નામની શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ નામની એક જાહેરાત જોઇ હતી અને તેમાં આપેલી એક લીન્કને ક્લિક કરતા હું તેમના વોટ્સએપ ગૃપમાં એડ થતા એક મહિના સુધી શેરબજારને લગતી આવતી ટીપ્સનું નિરિક્ષણ કર્યુ હતું.
જુલાઇ માસમાં હું કેન્યા હતો ત્યારે મીરા ઐયરનો ફોન આવ્યો હતો અને તેને ન્યુવામાં કંપનીમાંથી પ્રોફેસર આશિષ કહેરની આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપી ઇન્વેસ્ટમેન્ટ માટેની પધ્ધતિ સમજાવતા મને વિશ્વાસ બેઠો હતો. આ સાથે મીરાએ મને અન્ય એક વોટ્સએપ ગૃપ વીઆઇપી સર્વિસ-૧૧૧માં એડ કરી એક એપ્લિકેશન ડાઉલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં શેરબજારને લગતી માહિતી આપતા હતાં. જેથી મેં અલગ અલગ કંપનીના શેર ખરીદવા માટે કુલ રૃા.૧.૬૦ કરોડ તબક્કાવાર જમા કરાવ્યા હતાં.
મારા આ રોકાણ સામે મને સારો પ્રોફિટ દેખાતો હતો જેથી મેં પ્રથમ રૃા.૨૦ હજાર અને બાદમાં રૃા.૫ લાખ મારા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. એપ્લિકેશનમાં મેં રોકાણ કરેલ રૃા.૧.૬૦ કરોડની સામે રૃા.૧.૮૯ કરોડ દેખાતા હતા જેથી હું તેને વિથડ્રોલ કરવા જતા થયા ન હતાં જેથી મેં મીરાનો સંપર્ક કરતા તેણે ૪૮ કલાકમાં રકમ પરત મળી જશે તેમ કહ્યું હતું. પરંતુ આ રકમ જમા નહી થતાં ફરીથી સંપર્ક કરતા તેમણે ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝ લી. નામની કંપનીના આઇપીઓ માટે એપ્લાય કરાવતા મને ૨,૧૫,૬૫૦ શેર એલોટ થયા હતા અને તેની રકમ રૃા.૫.૧૬ કરોડ હતી. મેં મારી રકમ પરત માંગતા મીરા તેમજ તેની ટીમે જણાવેલ કે તમારા જમા રૃા.૧.૮૯ કરોડ બાદ કરતા બાકીની રકમ રૃા.૩.૨૬ કરોડ જમા કરાવો તો જ રકમ પરત મળશે. જો કે બાદમાં મને જાણ થઇ કે મારી સાથે સાયબર ફ્રોડ થયું છે.




