Baroda

ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવની માગ હજુ પેન્ડિંગ

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જમીન ફાળવણી મુદ્દે 2 ક્રિકેટરો ચર્ચામાં છે. મહિલા ક્રિકેટર રાધા યાદવે મહિલા ક્રિકેટના વિકાસ માટે 2025માં 10,000 ચો.મી. જમીનની માંગ કરી છે, જેનો નિર્ણય બાકી છે. બીજી તરફ, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી પ્લોટ પર કથિત ગેરકાયદે કબજાના વિવાદ વચ્ચે રાહત દરે જમીન ફાળવવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. હવે રાધાને જમીન મળે છે કે કેમ તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવની માગ હજુ પેન્ડિંગ

શહેરમાં જમીન ફાળવણીના મામલે બે ક્રિકેટરો સાથે જોડાયેલા અલગ-અલગ કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે મહિલા ક્રિકેટના વિકાસ માટે વર્ષ ૨૦૨૫માં મ્યુનિ. કોર્પોરેશન પાસે ૧૦ હજાર ચોરસ મીટર જમીનની માગ કરી છે, પરંતુ હજુ સુધી તેમની માગણી અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. દરમિયાન સરકારી પ્લોટ પર કથિત ગેરકાયદે કબજાના વિવાદમાં સંકળાયેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને વિવાદિત પ્લોટ ફાળવવાની દરખાસ્ત રજૂ કરાઈ છે.

વર્ષ ૨૦૨૫ના મહિલા વિશ્વકપમાં ભાગ લેનારી રાધા એશિયા કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરીને ખિતાબ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. કોમનવેલ્થ રમતોમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહિલા ક્રિકેટના વિકાસ અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમણે ક્રિકેટની સુવિધાઓ વિકસાવવા માટે જમીનની માગ કરી છે.

રાજકીય સમીકરણો વચ્ચે યુસુફ પઠાણને રાહત દરે જમીન ફાળવવાની તૈયારી સામે હવે મહિલા ક્રિકેટના વિકાસ માટે જમીન માગનાર રાધા યાદવને જમીન ફાળવણીના મામલે કયા માપદંડોને આધારે નિર્ણય લે છે તે જોવું રહ્યું.