ભારત - ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વડોદરા આવી પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે આજે બંને ટીમો વડોદરા આવી પહોંચી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બપોરે એક વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ સાંજે ૫ઃ૪૫ વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચી હતી. બંને ટીમોના આગમન સાથે શહેરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ વન-ડે મેચ ૨૩, ૨૫ અને ૨૮ ઓક્ટોબરના રોજ કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની તૈયારીના ભાગરૃપે આવતીકાલે ગુરુવારે ભારતીય ટીમ બપોરે ૨થી સાંજે ૫ વાગ્યા સુધી તેમજ ઝિમ્બાબ્વેની ટીમ સાંજે ૫ વાગ્યાથી નેટ પ્રેક્ટિસ કરશે.




