Baroda

PM AWAS કૌભાંડમાં જિલ્લા ભાજપના હોદ્દેદારના પુત્રએ જીલ પર ઢોળી દીધું,હરણીમાં પણ 36 લાખનું કરી નાંખ્યું

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં PM આવાસ યોજના કૌભાંડમાં ભાજપ હોદ્દેદારના પુત્ર કશ્યપ જોષી અને રોહન સોલંકીની ધરપકડ બાદ નવા ખુલાસા થયા છે. હરણી વિસ્તારમાં પણ 4 મકાનો અને 1 દુકાન ફાળવવાના નામે ₹36 લાખની છેતરપિંડી થઈ છે. કશ્યપ જોષી મામલતદાર બની સિક્કા કરતો, જ્યારે જીલ બારોટ પૈસાનો વહીવટ કરતો હતો. હરણી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM AWAS કૌભાંડમાં જિલ્લા ભાજપના હોદ્દેદારના પુત્રએ જીલ પર ઢોળી દીધું,હરણીમાં પણ 36 લાખનું કરી નાંખ્યું

પીએમ આવાસ યોજનાના ચકચારી કૌભાંડમાં વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારના પુત્ર કશ્યપ જોષી અને તેના સાગરીતની ધરપકડ બાદ વધુ એક વિસ્તારમાં આવી જ રીતે ટોળકી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની રજૂઆત થતાં હરણી પોલીસે તપાસ શરૃ કરી છે.
પીએમ આવાસ યોજના હેઠળ હરાજી વગર જ મકાનો અને દુકાનો ફાળવી આપવાના નામે લાખો રૃપિયાની રકમ પડાવી લેતી ગેંગ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીના પુત્ર કશ્યપ રાકેશભાઇ જોષી(પ્રથમ રેસિડેન્સી,વાઘોડિયા રોડ)અને સુભાનપુરામાં સંદીપ એસ્ટેટ એજન્સી નામની ઓફિસ ધરાવતા સાગરીત રોહન લક્ષ્મણ સિંંહ સોલંકી (સુકુન સ્ક્વેર, સુરેશ ભજીયા ચાર રસ્તા પાસે, સુભાનપુરા) હાલ રિમાન્ડ પર છે.
ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ કહ્યું હતું કે આ પ્રકરણમાં કશ્યપની પૂછપરછ કરતાં તેણે જીલ બારોટ કર્તાહર્તા હોવાની કબૂલાત કરી રહ્યો છે.જેથી જીલ બારોટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ માટે તજવીજ ચાલી રહી છે.
દરમિયાનમાં સુભાનપુરા,ગોરવા અને બાપોદ વિસ્તારમાં કૌભાંડ આચરનાર ઉપરોક્ત ગેંગ દ્વારા હરણી વિસ્તારમાં પણ ચાર મકાનો અને એક દુકાન ફાળવી આપવાના નામે રૃ.૩૬લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની રજૂઆત થતાં હરણીના પીઆઇ એસવી વસાવાએ પુરાવા એકત્રિત કરવા તજવીજ હાથ ધરી છે.
કશ્યપે મામલતદાર તરીકે રોફ ઝાડી સિક્કા કર્યા,જીલે રૃપિયાનો વહીવટ કર્યો
પીએમ આવાસ યોજનાના કૌભાંડમાં કશ્યપ જોષી કોર્પોરેશનના અધિકારી તેમજ મામલતદાર તરીકે રોફ ઝાડતો હોવાની વિગતો જાણવા મળી છે.સુભાનપુરા અને ગોરવામાં તેણે કોર્પોરેશનના અધિકારી તરીકે કામકાજ કર્યું હોવાનો ફરિયાદમાં આરોપ છે.જ્યારે હરણીના કેસમાં જીલ બારોટે રૃપિયાનો વહીવટ કર્યો હોવાની અને મામલતદાર કચેરીમાં કશ્યપ જોષી મામલતદાર હોવાની ઓળખ આપીને તેની પાસે દસ્તાવેજો પર સિક્કા મારી આપવામાં આવ્યા હોવાના અરજદાર પક્ષે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.