વિવિધ વિસ્તારોમાં આતશબાજી સાથે બાપ્પાનું વિસર્જન : વડોદરામાં બપોર સુધીમાં 2111 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ganesh Visarjan : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે બનાવવામાં આવેલા વિવિધ કૃત્રિમ તથા કુદરતી તળાવોમાં આજે સવારથી બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 2111 શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું છે.
પૂર્વ ઝોનમાં લેપ્રસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 302, ખોડિયારનગર ચાર રસ્તા સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 68 અને હરણીકુંડ ખાતે 113 પ્રતિમાનું વિસર્જન થયું છે. પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ ખાતે 203, ભાયલી કૃત્રિમ તળાવ ખાતે 217 અને બિલ તળાવ ખાતે 125 પ્રતિમાઓનું વિસર્જન નોંધાયું છે.
ઉત્તર ઝોનમાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ 460 પ્રતિમાઓનું વિસર્જન થયું છે. જ્યારે હરણી-સમા લિંક રોડ સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 201 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં એસએસવીપી સ્થિત કુબેરેશ્વર કૃત્રિમ તળાવ ખાતે 224, માંજલપુર કંચન ઉદ્યાન સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 106, તરસાલી તળાવ ખાતે 56 અને મકરપુરા તળાવ ખાતે 12 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.




