પત્નીના ત્રાસથી કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું, મુજે ઇન્સાફ દિલાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની અને તેના સગાઓના ત્રાસથી કંટાળીને ટાઇપ રાઇટિંગનું કામ કરતા ૩૬ વર્ષના યુવકે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે સ્યૂસાઇડ નોટ અને ઝેરી દવાની બોટલ કબજે કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાડી જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના રિફાકતહુસેન ઇસ્માઇલભાઇ પટેલે ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તબિયત બગડી હતી. તેણે પાડોશમાં રહેતા યુવકને ઘરે બોલાવ્યો હતો. પાડોશી તેની પાસે પહોંચે તે પહેલા જ રિફાકત ઢળી પડયો હતો. તેણે દવા પીધી હોવાની વિગત જણાવતા પાડોશીઓ તેને રિક્ષામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વાડી પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. એ.ડી. રબારીએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી એક સ્યૂસાઇડ નોટ અને એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામ લખેલી દવાની બોટલ મળી આવી હતી. સ્યૂસાઇડ નોટમાં તેણે પત્ની, સાળી અને અન્ય સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે,મારીપત્ની અને ે તેના સગાથી કંટાળીને હું રિફાકત આ પગલું ભરી રહ્યો છું. હું સાચો છું, પણ મારી વાત સાંભળવો કોઇ તૈયાર નથી. રિક્ષામાં જ્યારે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે પણ તે એવું બોલતો હતો કે, મુજે ઇન્સાફ દિલાના. રિફાકતના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્ની એક મહિનાથી પિયર જતી રહી હતી. તેની પત્ની સબીહા મૂળ ભરૃચ તાલુકાની વતની છે. હાલ તે ટંકારિયામાં રહે છે.




