Baroda

દુમાડ એક્સપ્રેસ-વે બ્રિજ પરથી બાઇક સવાર દંપતી નીચે પટકાતા પતિનું મોત ઃ પત્ની ગંભીર

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળીના દિવસે સુરતથી જૂનાગઢ જઈ રહેલા દંપતીને વડોદરા નજીક દુમાડ-એક્સપ્રેસ-વે બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. બાઇકનું સંતુલન ગુમાવતા દંપતી નીચે પટકાયું. જેમાં પતિ અજીતકુમાર ડોંગરેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે પત્ની સંધ્યાબેનને ગંભીર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુમાડ એક્સપ્રેસ-વે બ્રિજ પરથી  બાઇક સવાર દંપતી નીચે પટકાતા  પતિનું મોત ઃ પત્ની ગંભીર

શહેર નજીક દુમાડથી એક્સપ્રેસ-વે તરફ જવાના બ્રિજ પરથી બાઇક સવાર દંપતી બાઇક પરથી નીચે પટકાયું હતું. દિવાળીના દિવસે અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે જ કરૃણ મોત થયું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અજીતકુમાર ડોંગરે અને તેમનાં પત્ની સંધ્યાબેન ડોંગરે સુરતમાં રહે છે અને ત્યાં પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરે છે. સંધ્યાબેનના પિતા મૂળ મહારાષ્ટ્રના છે, પણ હાલમાં તેઓ જૂનાગઢના વંથલી ગામે રહે છે. દિવાળી હોઇ પિતાને મળવા માટે સંધ્યાબેન તેમના પતિ સાથે બાઇક પર સુરતથી જૂનાગઢ જવા નીકળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, દુમાડ ચોકડી પાસેથી નેશનલ હાઇવે પર જવાના બદલે અજીતકુમાર એક્સપ્રેસ-વે પરજવાના રસ્તા પર ચઢી ગયા હતા. તે રસ્તા પરના શાર્પ ટર્ન ધરાવતા બ્રિજ પર બાઇકનું સંતુલન નહીં રહેતા તેઓ નીચેના રસ્તે જવાને બદલે તેઓ ભૂલથી બ્રિજ પર ચડી ગયા હતા. સવારે બ્રિજ ચડતાંની સાથે જ આવેલા વળાંક પર ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવતાં દંપતી સીધું નીચે પટકાયું હતું. ત્યારબાદ તેઓ પર બાઇક પડતા દંપતીને ગંભીર ઇજા થઇ હતી. પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજા થતા સારવાર માટે દાખલ કરાઇ છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.