Baroda

પત્નીએ ફોન પર બ્લોક કરતા પતિનો આપઘાત

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામે મુજપુર કેનાલ ચોકડી નજીક 30 વર્ષીય પરપ્રાંતીય યુવાન પુષ્પેન્દ્રસિંહ વિજયબહાદુરસિંહે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ બિહારના બક્સર જિલ્લાનો આ યુવાન પરમારની ઓરડીમાં રહેતો હતો. પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા લાગી આવવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્નીએ ફોન પર બ્લોક કરતા પતિનો આપઘાત

Vadodara : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક મુજપુર કેનાલ ચોકડી પાસે રહેતા 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને પત્ની સાથે ફોન પર થયેલા ઝઘડા બાદ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
મળતી વિગતો મુજબ મૂળ બિહારના બક્સર જિલ્લાના રહેવાસી પુષ્પેન્દ્રસિંહ વિજયબહાદુરસિંહ નામનો યુવાન હાલ એકલબારા ગામે પરમારની ઓરડીમાં રહેતો હતો. તા.18 ઓગસ્ટના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાથી બપોરના પોણા ત્રણ વાગ્યા દરમિયાન કોઈ સમયે તેણે ઓરડીમાં ખાટલો ભરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળા ફાંસો ખાઈ લીધો હતો.
બાદમાં પરિવારજનોને યુવાન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અગાઉ પત્ની સાથે ફોન પર કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન પત્નીએ તેનો ફોન નંબર બ્લોક કરી દેતાં યુવાનને આ વાતનું લાગી આવ્યું હતું. માનસિક રીતે વ્યથિત થઈ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.