Baroda
આડા સંબંધ મુદ્દે ઝઘડો થતા પેટ્રોલ છાંટી સળગેલી પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝ્યો
By GS Team
3 Nov 20261 min read
સાવલીના મોક્સી ગામે આડા સંબંધ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની સોનલ પર પતિ મનોજે આડા સંબંધનો આરોપ મૂકતા મનોજ બાઈકમાંથી પેટ્રોલ લાવ્યો અને પોતે સળગી જવાની ધમકી આપી. દરમિયાન, સોનલે જાતે જ શરીર પર પેટ્રોલ છાંટી દીવા પર સાડીનો છેડો અડાડી દેતા તે દાઝી ગઈ હતી. પત્નીને બચાવવા જતા પતિ મનોજ પણ દાઝી ગયો હતો. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

સાવલી તાલુકાના મોક્સી ગામે આડા સંબંધ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પેટ્રોલ છાંટી સળગેલી પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મોક્સી ગામે તળાવ ફળિયામાં રહેતા મનોજ કાભઇ રાઠોડે વહેલી સવારે પત્ની સોનલને તું આડા સંબંધ કેમ રાખે છે તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન મનોજ બાઇકમાંથી એક બોટલમાં પેટ્રોલ ભરીને લઇ આવ્યો હતો અને હું સળગીને મરી જઇશ તેમ કહી માચિસ શોધતો હતો.
સોનલને પતિ જાતે સળગી જશે તેમ લાગતા સોનલ જાતે પેટ્રોલ ભરેલી બોટલ લઇ પોતાના શરીર પર છાંટી દીધા બાદ દીવાની આગ પર સાડીનો છેડો લગાવતા તે દાઝી ગઇ હતી. આ વખતે તેનો પતિ પણ આગ બુઝાવવા જતા તે પણ દાઝી ગયો હતો. બંનેને સારવાર માટે ખસેડાયા છે.