હાઉસકિપિંગનો સ્ટાફ પરવાનગી વગર વિડિયો ઉતારે છે, ભવન્સ સ્કૂલ સામે શિક્ષકોનો મોરચો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન્સ સ્કૂલના શિક્ષકોએ શાળા સંચાલકો પર માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે.સ્કૂલના ૮૦ જેટલા શિક્ષકો અને કર્મચારીઓનો મોરચો આજે સાંજે મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સંચાલકો વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
સ્કૂલના એક મહિલા શિક્ષકે કહ્યું હતું કે, સ્કૂલના નવા મેનેજમેન્ટ દ્વારા શિક્ષકોની બિન જરુરી હેરાનગતિ કરવામાં આવી રહી છે.બે-ત્રણ મહિના જૂની ફરિયાદો કાઢીને શિક્ષકોને તેના ખુલાસો કરવાની ફરજ પડાઈ રહી છે.સ્કૂલના હાઉસ કિપિંગના કર્મચારીઓ મહિલા શિક્ષકો સ્કૂલમાં કોઈ પણ પ્રકારની ફરજ બજાવતા હોય ત્યારે તેમની પરવાનગી વગર તેમનો વિડિયો ઉતારે છે.કારણકે તેમને મેનેજમેન્ટનું પીઠબળ છે.શિક્ષકોની જાણી જોઈને સતામણી કરવામાં આવે છે.જેથી તેમનું ધ્યાન ભણાવવામાં ના રહે અને વાલીઓ ફરિયાદ કરે.
શિક્ષકે કહ્યું હતું કે, આ બાબતે ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી હતી પણ ડીઈઓ કચેરી પણ મેનેજમેન્ટ સાથે મળેલી હોય તેમ લાગે છે.તેમના દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પોલીસ મથકે ન્યાય માંગવા માટે આવવાની ફરજ પડી છે.જોકે આક્ષેપો અંગે જાણકારી મેળવવા સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો સંપર્ક થઈ શક્યો નહોતો.




