ગેંડાસર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગતાં બાથરુમમાં પુરાયેલા યુવતી સહિત ચારનું દિલધડક રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગેંડા સર્કલ પાસે ગઇરાત્રે આગ લાગવાના બનેલા એક બનાવમાં યુવતી સહિત ચાર જણાનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગેંડા સર્કલ પાસે આવેલા લીયો એપાર્ટમેન્ટના ઇલેકટ્રિક મીટરોમાં શોર્ટસર્કિટ ને કારણે આગ લાગતાં ઉપરના માળે ધુમાડા છવાયા હતા.ઉપર ગેમઝોન સિવાયના મોટા ભાગના રૃમો બંધ હોવાને કારણે એક યુવતી સહિત ચાર જણા ફસાયા હતા.
વડીવાડી ફાયર બ્રિગેડના ધર્મેશ જાદવે કહ્યું હતું કે,ધુમાડાથી બચવા માટે તેઓ એક બાથરૃમમાં પુરાઇ ગયા હતા.જેમાં યુવતીને અસ્થમા હોવાની જાણ થતાં તેને ઓક્સિજન માસ્ક પહેરાવીને તમામને બહાર કાઢ્યા હતા.જેથી મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.
નોંધપાત્ર બાબત એ છે કે આ બનાવ અંગે કોઇ પણ વ્યક્તિએ ફાયર બ્રિગેડ કે ૧૧૨માં કોલ કર્યો નહતો.પરંતુ નજીકમાં જ વડીવાડી ફાયર સ્ટેશન આવેલું હોવાથી એક બાઇક ચાલક રૃબરુ આવ્યો હતો અને બનાવની જાણ કરતાં ફસાયેલા ચારેય બચી ગયા હતા.




