Baroda

દિવાળીના તહેવારોમાં ફટાકડાને કારણે આગના અડધો ડઝન બનાવ

By GS Team
7 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળીના તહેવારોમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આગના 6 બનાવો બન્યા હતા. નવલખી કમ્પાઉન્ડ, સનફાર્મા રોડ પર ખેતરમાં, બગીખાના અને મકરપુરા રેલવે લાઇન પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. ભાયલી રોડ અને સમા-સાવલી રોડ પર પણ ઝાડીઓમાં આગ લાગતા ફાયર બ્રિગેડને દોડધામ કરવી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારોમાં ફટાકડાને કારણે આગના અડધો ડઝન બનાવ

દિવાળીના તહેવારો દરમિયાન આગ લાગવાના બનાવો સતત બનતા હોય છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૃરી છે.છેલ્લા ચોવીસ કલાકમાં જુદીજુદી જગ્યાએ ઝાડીઓમાં આગ લાગવાના અડધો ડઝન બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
દિવાળીમાં ધૂમ દારૃખાનું ફૂટતું હોવાથી આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે.આજે બપોરે નવલખી કમ્પાઉન્ડમાં ઝાડીઓમાં આગ લાગતાં ચારેબાજુ ધુમાડા છવાયા હતા.આવી જ રીતે સનફાર્મા રોડ પર એક ખેતરમાં આગ લાગી હતી.
જ્યારે,બગીખાના પાસે કચરાના ઢગલામાં તેમજ મકરપુરા રેલવે લાઇન પાસે પણ કચરાના ઢગલામાં આગ લાગવાના બનાવ બન્યા હતા.ભાયલી રોડ પર અક્ષર પેરેડાઇઝ પાસે અને સમા-સાવલી રોડ પર પણ આવી જ રીતે આગ લાગવાના બનાવો બનતાં ફાયર બ્રિગેડના જવાનોને દોડધામ કરવી પડી હતી.