Baroda

વડોદરાના ગામડાંઓમાં દીપડાનો વધતો ખોફઃસાપિયા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાંથી બે દીપડાનું રેસ્ક્યૂ,નડામાં કંપની બહાર દીપડો

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં દીપડાનો ખોફ વધ્યો છે, તમામ 8 તાલુકામાં દીપડાની એન્ટ્રી નોંધાઈ છે. ડેસરના સાપિયા ગામે 2 દીપડા 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા હતા, જેને ફોરેસ્ટ વિભાગે 3 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા. ડભોઈમાં દીપડાના હુમલા બાદ નડા વિસ્તારમાં વીડિયો વાયરલ થયો. કરજણમાં પણ દીપડાને પકડવા પાંજરા મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગામડાંઓમાં દીપડાનો વધતો ખોફઃસાપિયા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાંથી બે દીપડાનું રેસ્ક્યૂ,નડામાં કંપની બહાર દીપડો

વડોદરા જિલ્લામાં દીપડાનો ખોફ વધી રહ્યો હોવાથી ફોરેસ્ટ વિભાગ માટે નવો પડકાર ઉભો થયો છે.ડેસર તાલુકામાં ગઇકાલે ઊંડા કૂવામાં ખાબકેલા બે દીપડાનું રેસ્ક્યૂ કરતાં ફોરેસ્ટ વિભાગની ટીમને નાકેદમ આવી ગયો હતો.
વડોદરા જિલ્લામાં તમામ આઠ તાલુકામાં દીપડાની એન્ટ્રી થઇ ચૂકી છે અને દિવસે દિવસે દીપડા રહેણાંક વિસ્તારની નજીક આવી રહ્યા હોવાના અને માનવી પર હુમલો કરતા હોવાના બનાવો વધી રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગે પેટ્રોલિંગ વધારી સીસીટીવી કેમેરા પણ મૂકવાની તૈયારી કરી છે.
ડેસર તાલુકાના સાપિયા ગામે ગઇકાલે બે દીપડા ફાઇટ કરતા ૫૦ ફૂટ જેટલા ઊંડા કૂવામાં પડી જતાં બંનેને ઇજા થઇ હતી. બનાવને નજરે જોનાર એક યુવક ગભરાઇને જીવ બચાવવા માટે થાંભલા પર ચઢી ગયો હતો અને બૂમરાણ મચાવતાં ગ્રામજનો મદદે આવ્યા હતા.સાવલીના ઇન્ચાર્જ આરએફઓ અમિત બારીયાએ કહ્યું હતું કે ત્રણેક કલાકની જહેમત બાદ બંને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ફોરેસ્ટની કચેરીએ મોકલી આપવામાં આવ્યા છે.
બીજીતરફ ડભોઇ તાલુકામાં તાજેતરમાં એક દીપડાએ ગ્રામજન પર હુમલો કરતાં તેને પકડવા દોડધામ ચાલી રહી છે.આ દરમિયાન નડા વિસ્તારમાં એક ખાનગી કંપની પાસે આંટા મારતો દીપડાનો વીડિયો વાયરલ થતાં કર્મચારીઓ અને ખેડૂતોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
જ્યારે કરજણના પવિત્ર યાત્રાધામ નારેશ્વરમાં મંદિરની આસપાસ આંટા મારતા દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે બે પાંજરા મૂક્યા છે.પરંતુ હજી દીપડો હાથ લાગ્યો નથી.