Baroda

ફાયર વિભાગની ભરતી પ્રક્રિયામાં ઠરાવનું સરેઆમ ઉલ્લંઘન

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
મ્યુનિ. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કમિશ્નર ઓફિસે રજૂઆત કરી. વર્ષ 2017ના પરિપત્ર મુજબ સબ ઓફિસર ભરતીમાં 50% પ્રમોશન અને 50% સીધી ભરતીનો ગુણોત્તર જળવાતો નથી. હાલ 11ને પ્રમોશન મળ્યું છે, જ્યારે 18 સીધી ભરતીથી આવ્યા છે. આગામી 18 ઓક્ટોબરે વધુ 7ની સીધી ભરતી થવાથી આ આંકડો 25 થશે. કર્મચારીઓ 17 સર સૈનિકોને પ્રમોશન આપવાની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાયર વિભાગની ભરતી પ્રક્રિયામાં ઠરાવનું સરેઆમ ઉલ્લંઘન

મ્યુનિ. કોર્પોેરેશનના ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં મ્યુનિ. કમિશ્નર ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

કર્મચારીઓના જણાવાયા મુજબ, વર્ષ ૨૦૧૭માં મ્યુનિ. કમિશ્નર દ્વારા પરિપત્ર જાહેર કરી સબ ઓફિસરની ભરતીમાં ૫૦ ટકા આંતરિક પ્રમોશન અને ૫૦ ટકા સીધી ભરતીનો ગુણોત્તર નક્કી કરાયો હતો. જોકે  આ ગુણોત્તરનો અમલ થઈ રહ્યો નથી. અત્યાર સુધી સર સૈનિકમાંથી પ્રમોશન મેળવી સબ ઓફિસર બનેલા કર્મચારીઓની સંખ્યા ૧૧ છે, જ્યારે સીધી ભરતીથી ૧૮ સબ ઓફિસરની ભરતી કરવામાં આવી છે.

વધુમાં ઉમેર્યું કે આગામી તા. ૧૮ ઓક્ટોબરે સબ ઓફિસરની લેખિત પરીક્ષા યોજાવાની હોવાથી સીધી ભરતીથી વધુ ૭ સબ ઓફિસરની ભરતી થાય તો સીધી ભરતીથી આવેલા સબ ઓફિસરની સંખ્યા ૨૫ થઈ જશે. છેલ્લા બે વર્ષથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને પ્રમોશન ન મળતા સીધી ભરતીથી આવેલા કર્મચારીઓ સિનિયર બની જાય છે અને વિભાગમાં સંકલન જળવાતું નથી.

૧૭ સર સૈનિકોને સબ ઓફિસર તરીકે પ્રમોશન આપવામાં આવે તેવી કર્મચારીઓની માગ છે.