ગોરવાની 300 વર્ષ જૂની વાવ કચરો - કાટમાળથી પૂરાઈ ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના ઐતિહાસિક સ્થાપત્યોની હાલત દયાજનક અને કફોડી છે.શહેરનો માંડવી દરવાજો તેનું સૌથી મોટુ ઉદાહરણ છે.
શહેરમાં પગથિયાવાળી વાવોની જાળવણી કરવામાં પણ તંત્ર ઉણું ઉતરી રહ્યું છે.ગોરવા વિસ્તારમાં આવેલી ૩૦૦ વર્ષ જૂની સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળી વાવ કચરાથી ઉભરાઈ ગઈ છે.તેમાં કાટમાળ પણ નાંખવામાં આવ્યો છે અને વાવ લગભગ પૂરાઈ ચૂકી છે.
ગોરવા વિસ્તારના જાગૃત નાગરિક દિલિપભાઈ પટેલે આ બાબતે મેયરનું પત્ર લખીને ધ્યાન દોર્યું છે.તેમનું કહેવું છે કે, ગોરવા તળાવ વાવ નામથી ઓળખાતી આ વાવની જાળવણીના અભાવે હવે તેની આસપાસ દબાણો પણ થઈ રહ્યા છે.જેના કારણે અહીંયા સુધી પહોંચવુ પણ મુશ્કેલ છે.
તેમના કહેવા અનુસાર બે દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ વાવની મુલાકાત લેવાના હતા પણ છેલ્લી ઘડીએ અધિકારીઓએ બીજા વિસ્તારની મુલાકાત લીધી હતી




