Baroda

એકતા નગરમાં સફાઈ કર્યાના કલાકોમાં જ ફરી કચરો ફેંકાયો : ‘સફાઈ કામદારોનો વાંક નથી, બેદરકારો સામે કાર્યવાહી કરો’

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારો, સન ફાર્મા રોડ અને હીરા પાર્વતી સોસાયટી નજીક ગંદકીના ઢગલા જોવા મળ્યા. ખાણીપીણીની લારીઓ અને બેદરકાર લોકો કચરો ફેંકી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. છાણી જકાતનાકા પાસે એકતા નગરમાં સફાઈ બાદ પણ કેટલાક લોકોએ ફરી કચરો ફેંકતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો. આવી બેદરકારી સામે દંડાત્મક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકતા નગરમાં સફાઈ કર્યાના કલાકોમાં જ ફરી કચરો ફેંકાયો : ‘સફાઈ કામદારોનો વાંક નથી, બેદરકારો સામે કાર્યવાહી કરો’

Vadodara Corporation : વડોદરા શહેરમાં એક તરફ સ્વચ્છતા જાળવવા માટે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ જાહેર સ્થળોએ બેદરકારીપૂર્વક કચરો ફેંકવાની ઘટનાઓના કારણે સ્વચ્છતા મામલે સવાલો ઊભા થયા છે.
વડોદરા રેલવે સ્ટેશનના સયાજીગંજ અને અલકાપુરી તરફના બંને પ્રવેશદ્વારો આસપાસ ગંદકી જોવા મળી રહી છે. ખાણીપીણીની લારીઓ તેમજ કેટલાક બેદરકાર લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોવાના કારણે સ્વચ્છતાની સ્થિતિ કથળી રહી છે. રેલવે તંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં પ્રવેશદ્વારોની આસપાસ ગંદકી યથાવત જોવા મળી રહી છે.
આ ઉપરાંત, શહેરના સન ફાર્મા રોડ પર આવેલી હીરા પાર્વતી સોસાયટી અને વર્ડ ગાર્ડન નજીક પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદો વચ્ચે જાહેર સ્થળે કચરો જમા થઈ રહ્યો છે. આ ઉપરાંત દેશી દારૂની પોટલીઓના ઢગલા પણ નજરે પડતા આસપાસના વિસ્તારમાં અસ્વચ્છતા સાથે અન્ય પ્રશ્નો પણ ઊભા થયા છે.
તાજેતરમાં છાણી જકાતનાકા પાસે આવેલા એકતા નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે સફાઈ કામદારો સ્થળ પરથી ગયા બાદ કેટલાક સ્થાનિક રહીશોએ ફરી ત્યાં કચરો ફેંકવાનું શરૂ કરી દીધું હોવાની સ્થિતિ જોવા મળી છે. સ્થાનિક મહિલાઓએ સફાઈ કરીને વિસ્તાર સ્વચ્છ કર્યો હોવા છતાં બેદરકારો દ્વારા ફરી ગંદકી ફેલાવવામાં આવતા મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારો પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો જ જાણે કરીને ફરી કચરો ફેંકે છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી આવતી હોવા છતાં રસ્તા પર કચરો ફેંકવામાં આવે છે. તેમાં સફાઈ કામદારોનો કોઈ વાંક નથી. સોસાયટીમાં ભણેલા-ગણેલા લોકો પણ આવી બેદરકારી દાખવે તે દુઃખદ છે.
જાહેર સ્થળોને ગંદા કરનારા લોકો સામે માત્ર સફાઈ કરાવીને સંતોષ માનવાને બદલે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે.