Baroda

પથ્થરગેટ વિસ્તારમાં જયકુબેર રેસીડેન્સીમાંથી જુગારધામ પકડાયું : 3.25 લાખની મતા સાથે 13 પકડાયા

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પથ્થરગેટ વિસ્તારની જય કુબેર રેસીડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ફ્લેટ માલિક તુષાર કણસે સહિત 13 જુગારીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે રોકડા 25 હજાર, 12 મોબાઈલ અને 5 વાહનો સહિત કુલ 3.25 લાખની મત્તા જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પથ્થરગેટ વિસ્તારમાં જયકુબેર રેસીડેન્સીમાંથી જુગારધામ પકડાયું : 3.25 લાખની મતા સાથે 13 પકડાયા

Vadodara Gambling Raid : વડોદરા શહેરના પથ્થગેટ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ફ્લેટમાં દરોડો પાડી જુગારખાનું ઝડપી પાડ્યું છે.
પથ્થર ગેટ રોડ ઉપર આવેલી જય કુબેર રેસીડેન્સીના પાંચમી માળે રહેતો તુષાર કણસે તેના ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી. સૂત્રધાર તુષાર સહિત 13 જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.25હજાર, 12 મોબાઈલ અને જુગારીયાઓના 5 વાહનો મળી કુલ 3.25 લાખની મતા કબજે કરી હતી. પકડાયેલા જુગારીઓના નામ સરનામા નીચે મુજબ છે.

10.jpg