જુમ્મા (જામા) મસ્જિદ તરીકે ઓળખાતી ભરૃચની પૌરાણિક ધરોહરમાં ચક્રધર સ્વામીના અનુયાયીઓ ઉમટી પડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભરૃચ જિલ્લામાં ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર કે જે ૭૦૦ વર્ષ પહેલા જૈન સમરી વિહાર તરીકે અને હાલમાં જુમ્મા (જામા) મસ્જિદ તરીકે ઓળખાતા સ્થળે આજે ચક્રધર સ્વામીના ૮૦પમાં જન્મ દિવસે ચક્રધર સ્વામીના અનુયાયીઓ દર્શન કરવા તેમજ ઐતિહાસિક ધરોહરનું નિરીક્ષણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડતા સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
વર્ષ-૧૯૦૯થી પુરાતત્વ વિભાગમાં ધ જામી મસ્જિદ તરીકે નોંધાયેલી અને હાલમાં જુમ્મા (જામા) મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો ટ્રસ્ટની નિમણુંક કરી સંચાલન કરી નમાઝ અદા કરતાં હોય છે. આ મસ્જિદ ૭૦૦ વર્ષ પહેલા ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ અને જૈન સમરી વિહાર હોવાના દાવા સાથે છેલ્લા એક વર્ષથી મુકતાનંદ સ્વામી અને ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબાએ જુમ્મા (જામા) મસ્જિદને મૂળ જૈન સમરી વિહાર તરીકે જાહેર કરવા માટેની માગ સાથે આંદોલન કરી અને ૧૩મી સદીમાં અલાઉદીન ખીલજીના ઈસ્લામીક આક્રમણ પહેલા જૈન સમરી વિહાર હોવાનો દાવો કરી આંદોલન ચાલી રહયું છે.
આજે ચક્રધર સ્વામીનો ૮૦પમો જન્મ દિવસ હોવાથી અનેક જિલ્લામાં રહેતા અનુયાયીઓ સવારથી જ મોટી સંખ્યામાં આ ધાર્મિક સ્થળ પર ઉમટી પડતાં ટુકડે ટુકડે લોકોને પ્રવેશ અપાયો હતો. ચક્રધર સ્વામીના જન્મ સ્થળ ઉપર લોકોએ પ્રવેશી દર્શન કરી અનુયાયીઓએ નોંધ્યુ હતું કે, આ ચક્રધર સ્વામીનું ઘર છે અને તેના મુખ્ય ધ્વાર ઉપર ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા દર્શાવેલ છે સાથે તમામ પિલરોમાં પણ જૈન દેવી દેવતાઓની પ્રતિમાઓ દર્શાવે છે અને જે ભોયરું મળ્યું હતું તેમાં પણ જૈન સમુદાયના ૧૯માં તિર્થનકર ભગવાન મલ્લિનાથની પ્રતિમાઓ મળી હતી. અનુયાયીઓએ જુનો ઈતિહાસ ચકાસીને જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ જાહેર કરવા પણ માગ કરી છે.




