Baroda
વડોદરા નજીક દુમાડ તળાવમાં ડૂબી ગયેલા યુવકને બચાવવા ફાયર બ્રિગેડની મદદ લીધી
By GS Team
14 Oct 20261 min read
વડોદરા નજીક દુમાડ ગામના તળાવમાં એક યુવક ડૂબી જતાં ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં કેનાલ અને તળાવમાં ડૂબવાના 4 બનાવ બન્યા છે. આજે સવારે બનેલી આ ઘટનામાં, યુવકને શોધવા ગ્રામજનો અને પોલીસ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ ડૂબી ગયેલા યુવક વિશે પૂછપરછ કરી રહી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક આવેલા દુમાડ ગામના તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તેને શોધવા કામે લાગી છે.
વડોદરાની આસપાસ કેનાલ તેમજ તળાવમાં ડૂબવાના છેલ્લા એક સપ્તાહમાં ચાર બનાવ બન્યા છે. આજે સવારે આ પ્રકારનો વધુ એક બનાવ બન્યો હતો. જેમાં દુમાડ ગામે તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાનો કોલ મળતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સવારથી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ પ્રાથમિક તપાસ માટે આવી હતી. ડૂબી ગયેલા યુવક વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે.