Baroda

વડોદરા પાસેના કામરોલ ગામે મકાનમાં આગ,ગ્રામજનોએ આગ કાબૂમાં લીધી

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક કામરોલ ગામમાં ગણપતભાઈ વસાવાના મકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. વડોદરા-જરોદ રોડ પર આવેલા આ મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામજનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં ઘરવખરીને નુકસાન થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાસેના કામરોલ ગામે મકાનમાં આગ,ગ્રામજનોએ આગ કાબૂમાં લીધી

વડોદરા પાસેના કામરોલ ગામે આજે એક મકાનમાં આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરા-જરોદ રોડ પરના કામરોલ ગામે ગણપતભાઇ સોમાભાઇ વસાવાના મકાનમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ટીમ પહોંચી હતી.
જો કે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ગ્રામજનોએ આગ કાબૂમાં લઇ લીધી હતી.આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.આગને કારણે ઘરવખરીને નુકસાન થયું હતું.