Baroda

માંજલપુરમાં ઓફિસ પાસે સ્પીકરો મૂકવાના મુદ્દે મારામારી

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
માંજલપુરમાં ડી.જે.ના સ્પીકરો મૂકવા બાબતે તકરાર થતા સામસામે ફરિયાદ નોંધાઈ છે. અલવાનાકા પાસે મહેશ પરમારની ઓફિસ આગળ સ્પીકરો મૂકવા મુદ્દે ઝઘડો થયો હતો. આ મારામારીમાં કાકા મહેશ પરમારે સગર્ભા ભત્રીજી વૈશાલીને ધક્કો મારતા તેણીને ઇજા થઈ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં ઓફિસ પાસે સ્પીકરો મૂકવાના મુદ્દે મારામારી

માંજલપુરમાં ઓફિસ પાસે ડી.જે.ના સ્પીકરો મૂકવા બાબતે તકરાર થતા સામસામે ફરિયાદ નોંધાઇ છે. આ મારામારીમાં કાકાએ સગર્ભા ભત્રીજીને ધક્કો મારતા તેને પણ ઇજા થઇ હતી.
માંજલપુર અલવાનાકા પાસે શ્રીકૃષ્ણનગરમાં રહેતા મહેશ ઠાકોરભાઇ પરમાર ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨૪ મી તારીખે સાંજે સાડા છ વાગ્યે ઉમેશ કમલેશભાઇ પાટિલ,પ્રીતેશ તથા યુવરાજ ડી.જે.ના સ્પીકરો મૂકવા માટે આવ્યા હતા. મારી ઓફિસની આગળ સ્પીકરો મૂકવાની ના પાડતા તેઓએ મારા પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે ઉમેશ પાટિલના પત્ની વૈશાલીબેને ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મેં પ્રેમ લગ્ન કર્યા હોઇ મારા કાકા મહેશ ઠાકોરભાઇ પરમાર (રહે. શ્રી કૃષ્ણનગર) નાખુશ છે. મારા પતિ ડી.જે.નો ધંધો કરે છે. મારા પતિ અને કાકા વચ્ચે ઝઘડો થયો હોઇ સાંજે સાડા સાત વાગ્યે મારા કાકાએ ઘરે આવીને મારા પતિને મારી નાખવાની ધમકી આપી મને ધક્કો મારતા હું પડી ગઇ હતી. હું ગર્ભવતી હોઇ મને પેટમાં દુખાવો થતા સારવાર કરાવ્યા પછી મને સારૃં લાગતા હું ફરિયાદ કરવા આવી છું.