Baroda

વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના દશરથ ગામે ગમખ્વાર ઘટના બની છે. પિતાના બદલે પ્લોટ સાચવવા ગયેલા 3 સંતાનના પિતા ઉમેદ વસાવાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માથાના ભાગે પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ છે. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારે ન્યાયની માંગ કરી છે. પોલીસે પથ્થર કબજે કરી વધુ તપાસ આદરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા

Vadodada Crime : વડોદરાના દશરથ ગામે હત્યાના બનેલા બનાવે સનસનાટી મચાવી દીધી છે. છાણી પોલીસે બનાવ અંગે મૃતકના મૃતદેહનું પોસ્ટમોટમૅ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
દશરથ ગામે રહેતા ત્રણ સંતાનના પિતા ઉમેદ વસાવાના પિતા દશરથ ગામે રાત્રે પ્લોટ સાચવવાનું અને દિવસે કાર વોશિંગનું કામ કરતા હતા. પિતાને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમને આરામ કરવાનું કહી ઉમેદ પિતાને બદલે તેમની જગ્યાએ કામ કરવા માટે ગયો હતો.
આ દરમિયાન આજે સવારે ઉમેદના પરિવારજનને કોઈ વ્યક્તિએ ફોન કરી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાની જાણ કરતા પરિવારજનો દોડી ગયા હતા. બનાવના સ્થળે ઉમેદનો મૃતદેહ પડ્યો હતો, મોઢુ છુંદાયેલું હોય તેમ લાગતું હતું અને બાજુમાં એક પથ્થર પણ પડ્યો હતો.
બનાવની જાણ પોલીસને થતા છાણીના પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા તજવીજ કરાવી હતી. પીઆઈના જણાવ્યા પ્રમાણે ત્રણ સંતાનના પિતાની પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઈ હોવાનું મનાય છે. જેથી બાજુમાં પડેલો પથ્થર પણ કબજે કરવામાં આવ્યો છે અને તેના પરિવારજનો પાસે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા | Gujarat Samachar