Baroda

મોબાઇલની લતે ચઢેલી વિદ્યાર્થિનીની હરકતોથી પરિવાર તંગ, યુવક સાથે વાત કરતા રોકનાર પિતાને બચકાં ભરી લીધા

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોબાઈલની લતે એક સગીર વિદ્યાર્થિનીના પરિવારની ઊંઘ હરામ કરી દીધી છે. અભ્યાસ છોડી રૂમમાં પુરાઈ રહેતી પુત્રીનો ફોન પિતાએ લઈ લેતા તેણે પિતાને બચકાં ભર્યા હતા. કોઈ અજાણ્યો યુવક તેને ફોસલાવી રહ્યો હોવાની આશંકાએ પરિવારે અભયમની મદદ લીધી. કાઉન્સેલિંગ બાદ હાલ વિદ્યાર્થિની મોબાઈલ છોડી અભ્યાસ કરવા તૈયાર થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઇલની લતે ચઢેલી વિદ્યાર્થિનીની હરકતોથી પરિવાર તંગ, યુવક સાથે વાત કરતા રોકનાર પિતાને બચકાં ભરી લીધા

મોબાઇલની લતને કારણે અનેક માસૂમ વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાઇ જતા હોવાના અને તેઓ અવળે માર્ગે જતા હોવાના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવા જ એક બનાવમાં સ્વછંદી બની ગયેલી સગીર વયની વિદ્યાર્થિનીએ પરિવારજનોની ઊંઘ ઉડાડી દીધી છે.
શહેરના પશ્રિમ વિસ્તારમાં બનેલા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,છેલ્લા કેટલાક સમયથી સગીર વિદ્યાર્થિની અભ્યાસ છોડીને રૃમમાં પુરાઇ રહેતી હોવાથી તેના પરિવારજનો સમજાવતા હતા,પરંતુ વિદ્યાર્થિની મોબાઇલ વગર રહેવા તૈયાર નહતી.થોડા સમય પહેલાં પિતાએ કોઇ અજાણ્યા યુવક સાથે તેને વાત કરતી જોતાં ફોન લઇ લીધો હતો.જેથી રોષે ભરાયેલી વિદ્યાર્થિનીએ પિતાને બચકાં ભર્યા હતા.
વારંવાર ગુસ્સો કરતી અને બેફામ વાણી વિલાસ કરતી વિદ્યાર્થિનીને કોઇ અજાણ્યો યુવક ફોસલાવી રહ્યો હોવા છતાં તે પરિવારજનો સાથે બેફામ વાણી વિલાસ કરતી હોવાથી આખરે પરિવારે અભયમની મદદ લીધી હતી.વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ થતાં હાલપુરતું તે મોબાઇલ છોડી અભ્યાસ કરવા તૈયાર થઇ છે.