Baroda

પત્ની, પુત્ર અને પુત્રીના નામે એકાઉન્ટ ખોલાવનાર એન્જિનિયર સાથે રોકાણના બહાને 13.83 લાખની ઠગાઇ

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા સાયબર ક્રાઇમે ભાયલીના મિકેનિકલ એન્જિનિયર કાલિયા પેરુમલભાઈ ગોવિંદરાસુની ફરિયાદ નોંધી છે. જુલાઈ 2020માં, INVOICETRADES નામની રોકાણ સાઇટ દ્વારા તેમના અને પરિવારના 3 સભ્યોના એકાઉન્ટમાંથી 13.83 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. કુલ 35.61 લાખનું રોકાણ કરાયું હતું, જેમાંથી 21.77 લાખ પરત મળ્યા, પરંતુ બાકીની રકમ ન મળતા ફ્રોડનો અહેસાસ થયો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની, પુત્ર અને પુત્રીના નામે એકાઉન્ટ ખોલાવનાર એન્જિનિયર સાથે રોકાણના બહાને 13.83 લાખની ઠગાઇ

Vadodara Cyber Crime : ઇન્વેસ્ટના બહાને એન્જિનયરના પરિવાર પાસેથી 13.83 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર સામે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાયલીમાં અર્ત ઇફિનિટી ફ્લેટમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા કાલીયા પેરુમલભાઇ ગોવીંદરાસુએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જુલાઇ 2020 માં મેં ઇન્વેસ્ટમેન્ટ માટે ગૂગલ પર સર્ચ કરતા અલગ-અલગ સાઇટ જોવા મળી હતી. જેમાં INVOICETRADES નામનું ઇન્વેસ્ટમેન્ટનું પ્લેટફોર્મ મળતા તેમોં રજિસ્ટ્રેશન કરવા માટે કાર્યવાહી કરી હતી.
મારા પત્નીનું એકાઉન્ટ ઓપન કરવાનું હોવાથી તેનું નામ, આધાર કાર્ડ, પાન કાર્ડ, એકાઉન્ટ નંબર સબમીટ કર્યા હતા. બે-ત્રણ દિવસ પછી મારા મેઇલ એડ્રેસ પર એવો મેસેજ આવ્યો હતો કે, તમારું એકાઉન્ટ એપ્રુવ થઇ ગયું છે, જેથી, તમારી ડિલ પરચેઝ કરી શકો છો અને કોઇ ક્વેરી હોય તો મેઇલ દ્વારા વાતચીત કરવા કહ્યું હતું. આ સાઇટ જેન્યુઅન લાગતા મારી પુત્રી શ્યામલા તથા પુત્ર પાર્થસારથીનું એકાઉન્ટ પણ INVOICETRADES માં ઓપન કર્યું હતું. અમારા ત્રણ એકાઉન્ટમાં કુલ 23.68 લાખ પ્રોફિટ સાથે બતાવતા હતા. પરંતુ, તે રૂપિયા વિડ્રો થતા ન હતા. અમે ઇન્વેસ્ટ કરેલા 35.61 લાખમાંથી 21.77 લાખ પરત કરી બાકી રહેલા 13.83 લાખ પરત નહી મળતા અમને લાગ્યું કે, ફ્રોડ થયું છે. જેથી, હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કરી અરજી કરી હતી.