Baroda

GST ની રકમના વિવાદનો અંત : વડોદરા પાલિકામાં કોન્ટ્રાક્ટરના જીએસટીના તફાવતનું ચુકવણું સરભર કરવા દરખાસ્ત

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા: કેન્દ્ર સરકારે 2022માં GSTનો દર 12% થી વધારીને 18% કર્યો હતો, જેનો અમલ વડોદરા કોર્પોરેશનમાં જુલાઈ 2022થી થયો. કોન્ટ્રાક્ટરો પર વધારાનું ભારણ આવતા, અમદાવાદ કોર્પોરેશનની જેમ વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશને રજૂઆત કરી. હવે, કોર્પોરેશન દ્વારા 5.36% GST તફાવત સરભર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મુકાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GST ની રકમના વિવાદનો અંત : વડોદરા પાલિકામાં કોન્ટ્રાક્ટરના જીએસટીના તફાવતનું ચુકવણું સરભર કરવા દરખાસ્ત

Vadodara : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલી બનાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર બાંધકામનાં કામોમાં કોન્ટ્રાક્ટરો પાસેથી અગાઉ 12 ટકા લેખે જીએસટી વસૂલવામાં આવતો હતો. જોકે, કેન્દ્ર સરકારે વર્ષ 2022માં જીએસટીનો દર વધારીને 18 ટકા કર્યો હતો, જેનો અમલ કોર્પોરેશનમાં જુલાઈ 2022થી કરવામાં આવ્યો હતો. જીએસટીના દરમાં થયેલા વધારાને કારણે કોન્ટ્રાક્ટરો પર વધારાનું આર્થિક ભારણ આવ્યું છે.
આ વધારાના ભારણને સરભર કરવા માટે ડાયરેક્ટર જનરલ (સીપીડબલ્યુડી)ના મેમોરેન્ડમમાં જીએસટીના 5.36 ટકાના તફાવતની સરભર કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જીએસટીના સ્લેબમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોને વધારાના ખર્ચનું ચુકવણું સરભર કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ મુદ્દે વડોદરા સીટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
એસોસિએશનની રજૂઆતને પગલે હવે કોન્ટ્રાક્ટરોને જીએસટીના વધારાના ભારણ સામે 5.36 ટકા સરભર કરવાની દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.