Baroda

સંવેદનશીલ વિસ્તારોમાંથી 66 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ દરોડા પાડ્યા હતા. પાણીગેટ, માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, યાકુતપુરા, હાથીખાના સહિતના વિસ્તારોમાં 40 ટીમોએ 1305 વીજ જોડાણો તપાસ્યા. જેમાં 35 વીજ જોડાણોમાં ચોરી અને 17 જોડાણોમાં ગેરરીતિ મળી, કુલ 66 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. યાકુતપુરામાં ટીમોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સંવેદનશીલ વિસ્તારોમાંથી 66 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફરી એક વખત મધ્ય ગુજરાત વીજ કંપનીએ પાડેલા દરોડામાં ૬૬ લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ હતી.
દર વર્ષના અંતમાં વીજ કંપનીની ટીમો આ રીતે દરોડા પાડે છે.જોકે કાયમી ધોરણે વીજ ચોરી રોકી શકાય તેવા કોઈ ઉપાયમાં હજી સુધી વીજ કંપનીને સફળતા મળી નથી.દરમિયાન આજે શહેરના પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા યાકુતપુરા, હાથીખાના, છીપવાડ, પાણીગેટ શાક માર્કેટ, અજબડી મિલ સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની ૪૦ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને ૧૩૦૫ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ૩૫ વીજ જોડાણમા વીજ ચોરી અને ૧૭ વીજ જોડાણમાં ૬૬ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ હતી.આ ગ્રાહકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન યાકુતપુરા વિસ્તારમાં જોરાવરનગર પાસે એક વ્યક્તિએ વીજ કંપનીની ટીમ સાથે ઝઘડો કર્યો હતો અને તેના કારણે એક કલાક સુધી ચેકિંગ અટકી ગયું હતું.જોકે વીજ કંપનીની ટીમો સાથે પોલીસ પણ હોવાથી મામલો થાળે પડયો હતો.