સનફાર્મા રોડ પર નશેબાજ બિલ્ડરે કાર ડિવાઇડર સાથે અથાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સનફાર્મા રોડ પર ગઇકાલે રાત્રે નશાની હાલતમાં બિલ્ડરે પોતાની કાર ડિવાઇડર પર ચઢાવી દીધી હતી. જોકે, સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી.
સનફાર્મારોડ ગેલેક્સી હોટલ પાસે એક કાર ડિવાઇડર સાથે અથડાઇ હોવાનો મેસેજ રાત્રે પોણા અગિયાર વાગ્યે પી.સી.આર. વાનને મળ્યો હતો. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા એક કાર ડિવાઇડર સાથે અથડાયેલી હાલતમાં હતી. કાર ચાલક સિદ્ધેશ જયેશભાઇ પટેલે (રહે.સત્સંગ બંગ્લોઝ, ઓ.પી. રોડ, અક્ષર ચોક, વડોદરા) દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. અટલાદરા પોલીસે કાર ચાલક સિદ્ધેશ સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. પોલીસનું કહેવું છે કે, સિદ્ધેશ પટેલ બિલ્ડર છે. ગઇકાલે રાત્રે તે હરણી ગયો હતો. ત્યાંથી પરત ઘરે જતા સમયે આ અકસ્માત થયો હતો. તેની ભાયલી વિસ્તારમાં સાઇટ ચાલે છે. કાર એટલી જોરથી ડિવાઇડર સાથે અથડાઇ હતી કે, એરબેગ ખૂલી ગઇ હતી. તેના કારણે તેનો બચાવ થયો હતો.




