Baroda

પોલીસે પકડેલો નશેબાજ બાઇક ચાલક ચોર નીકળ્યો

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
પાણીગેટ પોલીસે વાઘોડિયારોડ પરથી બાઇક ચોરીના આરોપી સંદીપકુમાર લુહારને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન જીઇબી ઓફિસ સામેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા તેને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે 5 દિવસ પહેલાં હરિયાળી હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બાઇક કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસે પકડેલો નશેબાજ બાઇક  ચાલક ચોર નીકળ્યો

વાઘોડિયારોડ પરની હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરીને નીકળેલો આરોપી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઇ ગયો છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાઘોડિયા રોડ, રણછોડ પાર્ક સોસાયટી, જીઇબી ઓફિસ સામે રોડ પરથી એક કાળા કલરની બાઇક વાંકીચૂકી ચલાવતા યુવકને અટકાવી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. નશેબાજ બાઇક ચાલક સંદીપકુમાર સુરેશકુમાર લુહાર (ઉં.વ. ૨૯, મૂળ રહે. નૈનીતાલ, ઉત્તરાખંડ અને હાલ રહે. પરિવાર ચાર રસ્તા ફૂટપાથ, વડોદરા) દારૃ જેવા કેફી પીણાના નશામાં હોવાનું જણાયું હતું.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,તેણે આ બાઇક આશરે પાંચ દિવસ પહેલાં વાઘોડિયા રોડ પર આવેલી હરિયાળી હોટલના પાકગમાંથી ચોરી કરી હતી. પોલીસે બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.